તમે પ્રથમ વખત તમારા iPadને ચાલુ કરો ત્યારે હેલો સ્ક્રીન દેખાય છે.

શરૂ કરો

તમારા નવા iPadનો ઉપયોગ શરૂ કરતા પહેલાં કેટલાંક બેસિક ફીચર સેટ અપ કરો.

સેટઅપની પાયાની બાબતો

સ્ક્રીન પર પૃથ્વીના ફોટો સાથે iPadની લૉક સ્ક્રીન. ડાબી બાજુએ ઘડિયાળ, કૅલેંડર, રિમાઇંડર, હવામાન અને Apple Pencil બૅટરી માટેના વિજેટ છે.

વ્યક્તિગત ટચ ઉમેરો

તમારું iPad તમારી શૈલી, રુચિઓ અને ડિસ્પ્લે પસંદગીઓને પ્રતિબિંબિત કરી શકે છે. લૉક સ્ક્રીનને કસ્ટમાઇઝ કરો, હોમ સ્ક્રીનમાં વિજેટ ઉમેરો, ટેક્સ્ટ સાઇઝ ઍડજસ્ટ કરો વગેરે.

તમારી રીતે તમારું iPad તૈયાર કરો

ચાર સહભાગીઓ સાથે ગ્રૂપ FaceTime કૉલ. સ્પીકર, કૅમેરા, મ્યૂટ કરો, કૉન્ટેંટ શેર કરો અને સમાપ્ત કરો બટન સહિતનાં FaceTime કંટ્રોલ નીચે ડાબી બાજુએ છે. કૉલ કરનારની ઇમેજ નીચે જમણી બાજુએ નાના લંબચોરસમાં દેખાય છે.

કનેક્ટેડ રહો

iPad તમારા માટે મહત્ત્વના લોકો સુધી પહોંચવાનું સરળ બનાવે છે. મેસેજમાં વાર્તાલાપ શરૂ કરો, FaceTime કૉલ કરો—મૂવિ પણ જુઓ અને એકસાથે સંગીત સાંભળો.

મિત્રો અને પરિવાર સાથે સંપર્કમાં રહો

સ્ટેજ મૅનેજર ચાલુ કરેલું iPad ડિસ્પ્લે. વર્તમાન વિંડો સ્ક્રીનના મધ્યમાં છે અને અન્ય તાજેતરની ઍપ્સ સ્ક્રીનની ડાબી બાજુએ યાદીમાં છે.

iPadથી મલ્ટીટાસ્ક કરો

એક જ સમયે ઘણી ઍપ્સમાં કામ કરવાનું અને તમે જે ઍપ્સનો સૌથી વધુ ઉપયોગ કરો તેમની વચ્ચે સ્વિચ કરવાનું શીખો.

તમારી વર્કસ્પેસને કસ્ટમાઇઝ કરો

છોડના ડ્રૉઇંગ અને નીચે ડ્રૉઇંગનાં ટૂલ સાથેનું Freeform બોર્ડ.

તમારી સર્જનાત્મકતાને વધારો

Apple Pencilથી પોતાને વ્યક્ત કરવાની નવી રીતો શોધો.

Apple Pencilથી ઘણી બધી વસ્તુઓ કરો

iPad યૂઝર ગાઇડ એક્સપ્લોર કરવા માટે પેજની ઉપર આવેલ “અનુક્રમણિકા” પર ક્લિક કરો અથવા સર્ચ ફીલ્ડમાં કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ એંટર કરો.

મદદરૂપ થયું?
અક્ષરની સીમા 250
મહત્તમ અક્ષરની સીમા 250 છે.
તમારા પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર.